“વી નખ સરજાવાર, મામૈ મુકેઆ બગથડે, આય કસ્તુરી જી ખાણ માલણ બેડે મળો મેઘવાર”
આ તિર્થધામ કચ્છ જીલ્લા ના અંજાર તાલુકા માં આવેલ છે.
બગથડા એ મહેશ્વરી જ્ઞાતી નું મોટુ યાત્રાધામ છે. આ તિર્થે ને સજીવ શેણીથર
પણ કહેવાય છે. એટલા કારણ થીજ કે આ તિર્થેધામ પુજ્ય શ્રી મામૈદેવ પોતાની
હયાતી માં સ્વહાથે પોતાની તપસ્યા પૂણૅ કરી માથા ન વાળ તથા હાથ પગ ના વીસ નખ
આ સ્થાન પર જમીન મા દફનાવી પોતાના જીવત તિર્થસ્થાન ની રચના કરી તે તિર્થ
ને શેણીથર ના તિર્થ જેટલો મહિમા આપ્યો પછી આગમ વાણી ભાખતા કહયુ કે….
“શેણી સકેલો કરશે, નરમલ ન હોય સે નીર, અંજાર મંજ જાત્રા થશે, ભણે મામૈ શ્રી વીર”
અથૅ :- સિંધ નુ શેણી તિર્થધામ સકેલાઈ
જશે. પવીત્ર શેણી નદી સુકાઈ જશે. પછી તે પવીત્ર યાત્રા કચ્છ – અંજાર માં
થશે આ આગમવાણી સાચી પડી છે. માટે બગથડા ની યાત્રા દર વષૅ ચૈત્ર વદ ચૌદશ ના
મેળા નુ આયોજન થાય છે. કચ્છ, કાઠીયાવાડ ગુજરાત દુર દુર દેશ પરદેશ થી અસંખ્ય
મહેશ્વરી મેઘવાળો તિર્થ કરવા આવે છે. આખી રાત માતંગ દેવ નુ શાસ્ત્રજ્ઞાન
કંથાય છે. બીજે દિવસે ભેટો ચડાવાય છે. આમ બગથડા તિર્થ આખી મહેશ્વરી જ્ઞાતી
માં પ્રખ્યાત છે.
“સર ન ચડીંધા સોપારી પસા ન બંધાઈધા પાગ, ત્રેંઈજાર તે જેની પાડો ન ચડાઈધો, દેવ મામૈ ચે જાડેજા આંજી છુટી પોંધી તરાર…”
આ સ્થળ ભુજ તાલુકા ના રાયધણ પુર ગામ પાસે આવેલી પુર નદી
ના કાંઠા પર આવેલું અતિ પવિત્ર અને ચમત્કારી તિથૅધામ એટલે ત્રેંઇજાર
ધામ….. આ ધામની સ્થાપના પૂજય શ્રી ધણી માંતગ દેવે કરેલી..પૂજય શ્રી માંતગ
દેવ આ પૂર નદી કિનારા પર રહી ધણા વખત સુધી તપસ્યા કરી પછી એક દિવસ
ત્રેંઇજાર જેમા પિલું થાય છે. તે ઝાડ તેનુ દાતણ કરી તેના ત્રણ પાંખીયા જમીન
પર રોપ્યા. વખત જતા ત્રણ ડાળી વાળું એક ઝાડ ઉગી નિકળ્યું અને તે એક જ ઝાડ
માં ત્રણ રંગના પીલુ પાકયા હોવાથી આ સ્થાન નું નામ ત્રેંઇજાર પાડવામાં
આવ્યું. ત્રેંઇજાર મહેશ્ર્વરી મેધવાળો નું મોટુ તિથૅધામ ગણાય છે. શ્રી ધણી
માંતગ દેવ સિંધ્ધ કરેલી પોતાની તમામ સિંધ્ધી અને આ ઝાડ પર મૂકી ચાલતા
થયા. પંરતું અત્યાચારી પધ્ધરના રાજા અસપત વાધેલા
નાં અત્યાચારૉ થી છોડાવવા તેઓ ફરી આ સ્થાન પર આવ્યા અને તેમણે તે જુલ્મી
શાશક નો અંત કયૉ. અને પ્રજાને સુખી કરી. પછી થી પુજય શ્રી માતૈદેવે કચ્છ
માં આવી ત્રેંઇજાર સ્થીત અગમ્ય શકિત ઓને પાછી મેળવી જાડેજાઓને કચ્છ નું
રાજય જીતી આપ્યુ.આમ શ્રી માંતગ દેવ ના તંપ પ્રભાવ ને લીધે મહેશ્ર્વરી
મેધવાળો માટે તથા કચ્છ રાજ જાડેજા ઓ ત્રેંઇજાર ની સિધ્ધી ઓના પ્રતાપે
જીવ્યા આથી પવિત્ર તિથૅધામ બન્યુ.આ ત્રેંઇજાર તિથૅની યાત્રા આસો સુદ પુનમ
ના દિવસે કરવામાં આવે છે.
ગામ ગુડથર તા અબડાસા જિ.કચ્છ માં શ્રી મામૈદેવ ના મોટા પુત્ર મતીયાપીર નું સ્થાન આવેલુ છે. શ્રી મામૈદેવ ના વરદાન મુજબ “હયાતી
માં તારી કલામ (સિધ્ધી) કામ નહી કરે પણ પાછળ થી તારી પીર તરીકે પૂજા થશે.
હાલમાં મતીયા પીર નું ગુડથર તિથૅધામ અનેક ગણુ ક્રિયાશીલ છે. શ્રી મતિયા પીર
નો મેળો ચૈત્ર વદ ચોથ ના રોજ ભરાય છે. તે વખતે સૌથી વધારે કચ્છ તથા હાલાર
માંથી બહોળી સંખ્યા માં માનવ મહેરામણ ઉમટાય છે. જે હાજરા હજુર દિવ્ય શકિત
નું પ્રમાણ છે. મતિયાપીર ની દિવ્ય ચેતના ઉજૉની અસર અને અનુભૂતિ નો સ્વાદ લઈ
ને લોકો ધન્ય-ધન્ય બની જાય છે. શ્રી મતિયા દેવ ના કચ્છ માં ધણા પરચા મોજુદ
છે. તેમા મુખ્ય તેમણે મધદરિયે ડુબતા વહાણ ને બચાવ્યું જેની સાબીતી રૂપ તે
ડુબતા વહાણ નું લંગર જે આજેણ શ્રી મતિયા દેવ ના મંદિર નાં પ્રાગણ માં પડેલુ
છે. શ્રી મતિયા દેવ તથા શ્રી તમાચી પીર ની દોસ્તી અતિ યાદગાર રીતે
સચવાયેલી છે. શ્રી તમાચી પીર ની ઈચ્છા પ્રમાણે તેમની દફનવીધી શ્રી મતિયા
દેવ ના ચરણ કમલો પાસે કરવામા આવી છે. આથી જ મતિયાદેવ નો ખૂબજ મહિમાં
ગાવામાં આવે છે.
“પજે ઓળેમે પધરો સત વીયુ તુકે સાથ ત્રે કોડી કે તારીને મતિયા ગુર નજ કરમ જે આધાર.”
શ્રી વેજલ મતીયાપીર નુ સ્થાનક
અબડાસા તાલુકા ના ગુડથર ગામ પીર શ્રી ગુડથર મતીયાદેવ ના સ્થાનક પાસે જ ઉતર
દીશા બાજુ શ્રી મતીયાપીર ના વાડાની બહાર આ સ્થાનક આવેલુ છે. આમ શ્રી
મામૈદેવ ના મોટાપુત્ર શ્રી મતીયાદેવ ના ચાર પુત્રો માંથી સૌથી નાના પુત્ર
તે શ્રે વેજલ મતીયા પોતાના પીતા શ્રી ની જેમ જ તેમના પરચા ગવાય છે.
“ઉરસે ખુરસે જી વાટું ડીયે, સરગ ડીયે,સરગ સમોપીએ બુધ્ધી ડીયે બાવન વીર, સાડી સોડ ને અભગબળ”
અબડાસા તાલુકા ના વીંઝાણ ગામ પાસે આવેલુ શ્રી ગેબી
મતીયા પીર ના પણ પરચા અપંરમપાર છે. શ્રી ગેબી મતીયાપીર નુ મુળ નામ શ્રી
સામરા સામજી મતીયા…..સામરાદેવ પોતાની સત સીધ્ધી ને કારણે જમીન મા ગેબ થઈ
ગયા. આથી તેઓ ગેબી તરીકે ઓળખાયા.તેઓ શ્રી ભાટ ગ્રંથો ના આધારે પુજ્ય શ્રી
મામૈદેવ થી આઠ મી પેઢી પીર થયા.
સર ન ચડીધા આ નો મતલબ પૂરો નથી લખ્યો
જવાબ આપોકાઢી નાખોમારી જાણકારી મુજબ જ્યારે માતેઈ દેવે રતા રાયધણ ના ચારે કુંવરો ને જામ થવાના આશીર્વાદ આપ્યા ને ચારેય ભાઈઓ ની જમીન ના સીમાડા નકી કરી આપ્યા ત્યારે મોટા કુંવરે નિવેત ની વાત કરી તો ચારે ભાઈઓ ને ચાર દેવુઓ ના નિવેત કરવાની કહ્યું આશાપુરા રવેચી હેબા અને રુદ્ર માતા ને ત્યારે તેધારે વર્ષે એક પાડો ચડાવવા કહ્યું હતું
સર ન ચાડીંધા - સર એટલે માથા પર નહીં ચડાવશે.
કાઢી નાખોબિજા તિથૅધામ
જવાબ આપોકાઢી નાખોબિજા તિથૅધામ
જવાબ આપોકાઢી નાખોBrilliant...
જવાબ આપોકાઢી નાખોPlease share more photos and details with brief, awaiting for your next updates